મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા


SHARE







મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા

પ્રજા પાસેથી રૂપીયા બે હજારની નોટ જે વ્યકિત, સંસ્થા કે અન્ય એજન્સી સ્વિકારવાની ના પાડી હોય તેની સામે રાજદ્રોહનો ગુન્હો નોંધવાની માંગ કરવામાં આવી છે અને આ મુદે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને સરકારનો આદેશ હોવા છતાં બે હજારની ચલણી નોટ લેવાની ના પાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે

ભારતીય રીઝર્વ બેન્કે રૂપીયા બે હજારની નોટ ચલણમાંથી નાબુદ કરેલ નથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વ્યવહારમાં ચાલૂ રહેશે અને ગ્રાહકને કોઈપણ જાતની ઓળખ આપ્યા વગર બેન્કો બદલી આપશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરેલ હોવા છતાં પેટ્રોલ પમ્પફાયનાન્સ કંપનીહોટલલોજ કે અન્ય નાના મોટા વ્યાપારીઓ બે હજારની નોટ લેવાની જાહેર જનતાને ના પાડી રહયા છે જે ગેરવ્યાજબી છે. રાષ્ટ્રનું ચલણ લેવાની ના પાડનાર વ્યકિત સામે રાષ્ટ્રદોહનો ગુન્હો બનેછે. જો અત્યારથી વ્યાપારીઓવ્યાપારી સંસ્થાઓ કે અન્ય કોઈપણ બે હજાર ની નોટ લેવાની ના પાડશે તો સમાજમાં ગભરાટ ફેલાશે અને તણાવ વધશે અને નોટબંધીના સમયે બેન્કોમાં જેમ લાઈન લાગતી હતી તેવી સ્થિીતીનું ઉભી થશે.

રીઝર્વ બેન્ક કહે છે કે ૨૦૦૦ની નોટ ચલણમાં ચાલુ છે તેમ છતાં તેને લેવાની ના પાડવામાં આવી રહેલ છે તો આવા તત્વો સામે કોઈપણ ગ્રાહકાની ફરીયાદ આવે તો ૨૦૦૦ની નોટ સ્વિકારવાની ના પાડનાર સામે રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરવા મોરબી જિલ્લાના પોલીસ વડાને લાલજીભાઈ મહેતા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, તમામ પેટ્રોલ પમ્પફાયનાન્સ કંપનીઓ તેમજ અન્ય તમામ વ્યાપારી સંસ્થાઓમાં આ બાબતે તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરીને આ અંગેની ઓઈલ કંપનીઓ અને પુરવઠા વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે અને તેના અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના આપીને કડક પગલા ભરવામાં આવે તેવી પણ માગ કરેલ છે






Latest News