મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર


SHARE







મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સરકારે ૨૦૦૦ ની ગુલાબી નોટ પછી લેવાનું આયોજન કર્યું છે જો કે તેના માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો પણ ઘણી જગ્યાએ ૨૦૦૦ ની નોટ લેવાનું વાંધ કરી લેવામાં આવી છે ત્યારે આવી જ રીતે મોરબીમાં આવેલ બે ખાનગી ફાયનાન્સ કંપનીઓએ રિઝર્વ બેન્કના નિયમોનો ઉલાળિયો કરીને ગુલાબી નોટ લેવાનું બંધ કરી દીધું છે જેથી કરીને લોકોને હેરાન થવું પાસે છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીએ મોરબીના યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાને ગોલ્ડ લોન આપી હતી જેની રકમ ભરવા માટે તે ગયેલા હતા ત્યારે ત્યાના સ્ટાફે બે હજારની નોટ લેવાની ના પડી દીધી હતી જેથી કરીને તેમણે તેને ઉપરી અધિકારીની સાથે વાત કરી હતી તો તેને પણ નોટ લેવામાં નહીં આવે તમારે આરબીઆઇમાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવું કહ્યું હતું જેથી કરીને તે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ મોરબીની સુધારા શેરીમાં આવેલ મુથ્થુટ ફાયનાન્સમાંથી રવિભાઈ ચંદુભાઈ મિયાત્રાએ ૫૫૦૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હતી જે રકમ ભરવા માટે ગયા ત્યારે બે હજારની ૬ નોટ તેમાં આપી હતી ત્યારે મુથ્થુટ ફાયનાન્સના કર્મચારીએ તે ગુલાબી નોટ લેવાની ના પડી દીધી હતી આમ જુદીજુદી ખાનગી પેઢીઓમાં ગુલાબી નોટને લેવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રાહકોની તકલીફ દૂર થાય તે માટે આવી ખાનગી પેઢીઓની સામે આરબીઆઇ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે






Latest News