ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ


SHARE







મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, તે ચાલુ છે કે બંધ તે જોવાની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ છે જેથી કરીને મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બંધ પડેલા મહિલા શૌચાલયને ચાલુ કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવેજગદીશભાઈ બાંભણીયાઅશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વર્ષોની માંગણી પછી મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવેલ છે જો કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ હાલતમાં છે અને મહિલા શૌચાલયને ચાલુ કરવા માટેની કોઈ તસ્દી લેવામાં આવી રહી નથી ત્યારે આ મહિલા  શોચાલય ખંઢેર થઈ જાય તે પહેલા તેની સફાઈ કરાવીને તેને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મહિલા શૌચાલયના બારણાં પણ તૂટી ગયા છે અને લાઈટો પણ ચોરાઈ ગઈ છે તેમજ ત્યાં અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે જેથી કરીને વહેલી તકે આ મહિલા શૌચાલયને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News