મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો


SHARE







ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા આધેડને તેઓના ઘરની સામે કેમ બારી મૂકી તેવું કહીને ચાર શખ્સો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી અને બાદમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમ જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી જાતે પટેલ (૪૯) એ હાલમાં અનીશભાઈ ઈસાભાઈ, નજીરભાઈ ઈશાભાઈ, અરમાન ઈશાભાઈ અને ઇરફાન અલીભાઈ રહે. બધા હરબટીયાળી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને કહ્યું છે કે હરબટીયાળી ગામના ઝાપા પાસે આરોપીઓએ તેને રોક્યા હતા અને તેઓના ઘરની સામે કેમ બારી મૂકે છે તેવું કહીને તેની સાથે બોલા ચાલી અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાળો આપી હતીને અનીશભાઈ ઈશાભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી આધેડને માર માર્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સોએ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ઇજા પામેલા અશોકભાઈ સંઘાણીએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News