મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક એસટી બસની પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત


SHARE









માળીયા (મી) નજીક એસટી બસની પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત

સામખયારીથી માળીયા હાઇવે ઉપર આવેલ સુરજબારી પુલ પાસે એસ.ટી.ની બસમાં પાછળથી ટ્રક ચાલકે ધડાકાભેર તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં એસટી બસના પાછળનો કાચ તૂટી ગયો હતો અને બમ્પરમાં પણ નુકસાની થયેલ હતી જેથી કરીને હાલમાં એસટી બસના ચાલકે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ પાસે આવેલ સંતોષીનગરમાં રહેતા એસટીના ડ્રાઈવર વિનોદભાઈ વીરસંગભાઇ વલાણીયા જાતે કોળી (૩૭)એ ટ્રક નંબર જીજે ૩ બીપી ૭૧૫૫ ના ચાલક સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૯૯૮ લઈને માંડવીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે સૂરજબારી પુલ પાસે કામ ચાલુ હોવાથી એક જ રસ્તા ઉપર ટ્રાફિકને કાર્યરત રાખવામાં આવ્યો હતો દરમિયાન આગળ ટ્રાફિક હોવાથી તે પોતાની બસ ઊભી રાખીને ઉભા હતા દરમિયાન પાછળથી આવેલ ટ્રકના ચાલકે પોતાનું વાહન ધડાકાભેર બસમાં અથડાવ્યું હતું જેથી કરીને બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને બમ્પરમાં પણ નુકસાની થઈ હતી તેમજ બસમાં બેઠેલ એક મહિલા મુસાફરને પણ ઇજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News