મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE









માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા વૃદ્ધે પોતાની ફેફસાની બીમારીથી કંટાળી જઈને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા જાતે પટેલ (૭૫)એ પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના દીકરા ભાવેશભાઈ જેરામભાઈ સરડવા (૩૪) રહે.  સરવડ વાળાએ માળિયા તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધને ફેફસાની બીમારી હોય તેને બીમારીથી કંટાળી જઈને પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ હાજીઅલી ચેમ્બર પાસે બદરે આલમ તમીજુદ્દીન (૬૦) રહે, ધિયાવાડ  તાલુકો વાંકાનેર વાળા કુદરતી કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અબ્દુલ કાદિર લઈને આવ્યા હતા અને ત્યાં બદરે આલમ તમીજુદ્દીનને જોઈ તપાસીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News