મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ૭ બોટલો સાથે ચાર શખ્સ પકડાયા


SHARE











મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ૭ બોટલો સાથે ચાર શખ્સ પકડાયા

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં તેમજ મોરબી તાલુકાના રંગપરથી ખરેડા ગામ તરફ જવાના રસ્તા ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને દારૂની સાત બોટલો સાથે ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૮ પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની ચાર બોટલ કબજે કરીને સાહિલ રહીમભાઈ ચાનિયા જાતે સંધિ મુસ્લિમ (૨૧) રહે. કાલિકા પ્લોટ બાવા અહેમદશા મસ્જિદ પાસે મોરબી તથા સાહિલ ઉર્ફે સેડાળો કરીમભાઈ ચાનીયા જાતે સંધી મુસ્લિમ (૨૧) રહે. જોન્સનગર શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકાના રંગપર ગામથી ખરેડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા બાઈકને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એબી ૬૦૨૩ લઈને જઈ રહેલા શખ્સો પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ૧૧૨૫ ની કિંમતની ત્રણ દારૂની બોટલો તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ ૨૧,૧૨૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ જયસુખભાઈ ડાભી જાતે કોળી (૧૯) અને સાગરભાઇ રઘાભાઈ ડાભી જાતે કોળી (૨૨) રહે. બંને ખરેડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં જવાના રસ્તે હકાભાઇ મોતીભાઈ ભરવાડની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં દેશી દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ બનાવવા માટેનો આથો મેરાબાઈ પ્રેમજીભાઈ કુકવાવા જાતે કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે તેના પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News