મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાં રવાપર પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીક તેજાણીની વાડી પાસે જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની પોલીસે ૬૧૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીક તેજાણીની વાડીમાં રહેતા હીરાભાઈ ભવનભાઈ પરમાર જાતે સતવારા (૩૪) ત્યાં જાહેરમાં ફોન ઉપર વાતચીત કરીને લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર હૈદરાબાદ ટીમ વચ્ચે ચાલતી મેચમાં હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧૧૦૦ રૂપિયાની રોકડ અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૬૧૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે હીરાભાઈ ભવાનભાઇ પરમારની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મોરબીમાં રહેતા તોફીક હુસેનભાઇ પિંજારાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલાનું મોત

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ ખારગીલ સિરામિક નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વર્ષાબેન લક્ષ્મણભાઈ (૩૦) નામની મહિલા બોલતા બોલતા અચાનક બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેના પતિ લક્ષ્મણભાઈ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેના જોઈ તપાસીને મૃત જાહેર કરી આ બધા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News