મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ચકલા પોપટનો જુગાર ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૨૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેથી સીટી એ ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચકલા પોપટના જુગાર માટે જરૂરી ચિત્ર વાળા બેનર સાથે મોસીનભાઈ રહીમભાઈ દલ જાતે સંધિ (૨૯) રહે. વાવડી રોડ મોરબી વાળો મળી આવ્યો હતો અને ત્યાં જુગાર રમતા મીનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતભાઈ ભુશાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે. વાવડી રોડ મોરબી અને સંજયભાઈ વિનોદભાઈ સોલંકી જાતે દેવીપુજક (૨૮) રહે. વીસી ફાટક પાસે હનુમાન મંદિર નજીક મોરબી વાળો મળી આવતા પોલીસે તે ત્રણેય શખ્સો પાસેથી કુલ મળીને ૭૨૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી બાઇક લઈને પંચાસર ગામ પાસે આવેલ શિવનાગરમાં રહેતો હિમાંશુ જે. ધોરયાણી (૨૨) જતો હતો ત્યારે મેટાડોરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીન્સે જાણ કરવામાં આવી છે






Latest News