મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બે યુવાનના મોત નિપજાવનાર ટેઇલરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક બે યુવાનના મોત નિપજાવનાર ટેઇલરના ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક ટોલનાકા પાસે રોગ સાઈડમાં આવેલ ટેઇલર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જયો હતો. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટેઇલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘસિયા ટોલનાકા પાસે શનિવારે બપોરના એકદ વાગ્યે બાઇક નં જીજે ૩૬ એડી ૨૯૫૩ લઈને બે યુવાનો જતાં હતા ત્યારે ટેઇલર જીજે ૧૨ બીઝેડ ૫૭૪૬ લઈને આવેલા વાહન ચાલકે તે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાયાલાલ શિવાભાઈ ઝીઝુવાડિયા (જીકિયારી) અને સુખદેવભાઈ અદગામા (મહેન્દ્રનગર) નામના બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જેથી તેની બોડીને સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોચી હતી અને અક્સમાતાના આ બનાવમાં મૃતક ડાયાલાલના ભાઈ નીતેશભાઇ શીવાભાઇ જીંજવાડીયા જાતે કોળી (૨૯) રહે. જીકયાળી વાળાની ફરિયાદ લઈને પોલીસે ટેઇલરના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News