મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી


SHARE







માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી

માળીયા મિંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અને પરિવાર દ્વારા બાળકીને શોધવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવી હોવાનું જાણવા મળેલ છે  

હળવદના ચરાડવા ગામે રહેતો ગદલીયા પરિવાર ખાખરેચી ગામે લુહારી કામ કરતો હોય લોખંડના બકડિયા, ડોલ, તગારા, સગડી, ચૂલા વિગેરે વેચવા માટે ગયો હતો દરમિયાન ત્યાંથી તેઓની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું જેથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને તા.૮ ના રોજ માળીયાના ખાખરેચી ગામે ચરાડવાનો ગાદલીયા પરીવાર ગયો હતો ત્યારે આ પરિવારની અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી પરિવાર અને પોલીસ દ્વારા તેને શોધવા માટેની તજવીજ કરવામાં આવી હતી દરમ્યાન આજે આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવેલ છે જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, બાળકીનું અપહરણ થયું હતું કે, પછી તે ભૂલી પડી ગઈ હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News