ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર દીકરીને અભ્યાસ માટે પતિ-પરિવાર તરફથી અકલ્પનીય પ્રોત્સાહન


SHARE







મોરબીમાં આહીર દીકરીને અભ્યાસ માટે પતિ-પરિવાર તરફથી અકલ્પનીય પ્રોત્સાહન

જે સમાજમાં દીકરીને ઘરની બહાર નથી જવા દેવામાં આવતી, એવા બોરીચા આહીર સમાજના વાલાભાઈ મેઘાભાઈ નાટડાએ પોતાની દીકરીને સમાજના બધા રીતરિવાજો અને પ્રશ્નોની સામે અડીખમ રહી અને દીકરીને શા માટે ભણાવવી? એનો પગાર તમને ક્યાં કામ આવશે? દીકરીના શિક્ષણ પાછળ શા માટે ખર્ચ કરો છો? એવા અનેક સવાલોનો સામનો કરી, પોતે મજુરી કરી જાત મહેનતથી દીકરી દિવ્યાને M.Sc, M.Ed  સુધીનું શિક્ષણ અપાવ્યું છે અને હજુ Ph.D માટે પ્રોત્સાહિત કરીને સમાજમાં એક આગવી પહેલ કરી છે. અને દિવ્યાએ પોતાનો અભ્યાસ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં કરી અને હાલ ત્યાં જ B.Ed કોલેજમાં આસી. પ્રોફેસર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 

દીકરીને કરિયાવરમાં સોનાના બદલે ડિગ્રી સર્ટીફીકટ અને પ્રમાણપત્રનો અનોખો કરિયાવર આપી સમાજ માટે એક નવી પહેલ કરી છે. એમનું આ સ્તુત્ય પગલું જોઇ સમાજ પણ દીકરીને ભણાવવા માટે પ્રોત્સાહિત થાય અને દીકરીને દીકરાની જેમ ઉછેરે અને ઉત્તમ શિક્ષણ આપી આજીવન પગભર થઈ શકે એવો શિક્ષણરૂપી કરિયાવર આપવા માટે પ્રેરિત કરે છે. બીજી બાજુ દિવ્યાબેનને પોતાના પતિ સંજયભાઈ ભીમાભાઇ વિરડા  પણ ખૂબ જ સપોર્ટ કરે છે તે ઘરકામને બદલે શિક્ષણને વધુ પ્રોત્સાહન આપે છે અને તેને આગળ વધવા માટે સતત પ્રેરણારૂપ બને છે. તેની પાસેથી પણ સમાજને શીખવાની જરૂર છે કે પત્નીને પાછળ પીઠબળ બની અને સતત ઊભા રહેવું જોઈએ. દિવ્યાના માતા પિતા અને તેમના પતિનો હંમેશા એવો આગ્રહ હોય છે તેના મમ્મી મંજુબેનએ તેને ભણવામાં જ ધ્યાન આપ્યું છે






Latest News