મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ન્હાવાની બાબતે તલવાર વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ન્હાવાની બાબતે તલવાર વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબીમાં આવેલ નળીયાના કારખાનામાં મજૂરી કામ કરીને ન્હાવા માટે ગયેલા યુવાન અને તેના મિત્રને મારે પહેલા ન્હાવું છે તેવું કહીને એક શખ્સ દ્વારા પ્લાસ્ટિકની ડોલ વડે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાન અને તેનો મિત્ર પોતાની ઓરડીએ પરત ગયા હતા ત્યાં આરોપી તલવાર લઈને આવ્યો હતો અને તલવાર વડે હુમલો કરીને યુવાન અને તેના માતા-પિતાને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ વિશાલ દીપ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ રફાળેશ્વર ગામના રહેવાસી કિશનભાઇ રવિભાઈ ચૌહાણ (૨૫) નામના યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુસુફભાઈ કરીમભાઈ મિયાણા રહે. વીસીપરા મોરબી તથા તેની સાથે આવેલ બે અજાણ્યા પુરુષો અને બે સ્ત્રી આમ કુલ મળીને પાંચ વ્યક્તિની સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેતે કારખાનામાં મજૂરી કામ કરીને ન્હાવા માટે ગયો હતો ત્યારે ત્યાં આરોપી યુસુફ કરીમ મિયાણાએ આવીને પહેલા મારે ન્હાવું છે તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદી કિસાન અને તેની સાથે રહેલ ગૌતમને મોઢા ઉપર પ્લાસ્ટિકની ડોલ મારી હતી અને ત્યાંથી ફરિયાદી તથા ગૌતમ ઓરડી તરફ પરત આવ્યા હતા ત્યારે તેની પાછળ યુસુફ કરીમ મિયાણા સહિતના પાંચ વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને ત્યારે આરોપી યુસુફ મિયાણાના હાથમાં તલવાર હતી તે તલવાર વડે તેણે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં કોણી પાસે ઇજા કરી હતી તથા સંજયને હાથમાં તલવાર વડે ઇજા કરી હતી તેમજ અજાણ્યા બે શખ્સોએ ફરિયાદી યુવાન તથા તેના પિતા રવિભાઈ મૂળદાસભાઈ ચૌહાણ (૪૩) અને તેની માતા વસંતબેન રવિભાઈ ચૌહાણ (૪૨) ને લાકડીના ધોકા વડે માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી યુવાન દ્વારા યુસુફ મિયાણા સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે  ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી અને તેની ટીમે હાલમાં આરોપી યુસુફ કરીમભાઈ જેડા જાતે મિયાણા (૩૯) રહે. સિસ્ટર બાંગ્લા પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રણમલભાઈ નથુભાઈ દેલવાડીયા (૬૫) રહે. સરવડ તાલુકો માળીયા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રણમલભાઈ દેલવાડીયાને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર રહેતા ઝાકીર ઉમરભાઈ (૨૫) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા કરી રહ્યા છે

ફિનાઇલ પી લીધું

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા પાસે આંબેડકર કોલોનીમાં રહેતા જયાબેન શીવાભાઈ સારેસા (૪૦) નામની મહિલાએ પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું જ કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે






Latest News