મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો


SHARE







મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો

મોરબીના જુના અને નવા સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જુના સાદુંળકા ગામના સરપંચ તેમજ રાજપૂત કરણી સેનાએ તેની સામે વાંધો લીધો છે અને સરપંચ તેમજ ગામના લોકોની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની માહિતી આપતા સાદુળકાના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જુના અને નવા સાદુળકાના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર ૧૫૨થી ૧૯૫ સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે કેમ કે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ કરવામાં આવી હતી તેમાં કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી અને જુના સાદુળકા ગામની જાણ બહાર અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ કરવામાં આવ્યું છે જેથી તેના વાંધાને ધ્યાને લઈને તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News