મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટ લેતા બે ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટ લેતા બે ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના ફેઇસ સીરામીક પાસેથી ડબલ સવારીમાં બાઈક લઈને જતા બે યુવાનોના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળતિ વિગતો મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ ફેઇસ સીરામીક પાસે આ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા સિદ્ધાર્થ મનોજભાઇ કાસુન્દ્રા (૨૪) રહે. ૬૦૨ શુભવિલા એપાર્ટમેન્ટ પ્રભુકૃપા ટાઉનશીપ મહેન્દ્રનગર મોરબી-૨ તથા તેની સાથે રહેલ પ્રિન્સ સુધીરભાઇ કાલરીયા (૨૫) રહે. લક્ષ્મીનગર સોસાયટી એલએમ રોડ સુરત વાળાઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફટે લેતા સિદ્ધાર્થ કાસુન્દ્રા અને પ્રિન્સ કાલરીયાને ઇજાઓ પહોંચતા બંનેને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ મકરાણીવાસ વિસ્તારમાં બાવાજીની વાડી નજીક રહેતા જેતુનબેન વલીમામદ નામના ૫૦ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બળદેવદાસ કુબાવત નામના ૬૫ વર્ષીય વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યુ હતુ કે ગોપાલભાઈ કુબાવત બાઈકમાં જતા હતા ત્યારે લાતી પ્લોટના ખૂણા પાસે જુના બસ સ્ટેશન નજીક તેમનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તે બનાવમાં તેઓને ઈજા પહોંચતા ગોપાલભાઈને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News