મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ચોખાની ૧૭૫-ઘઉંની ૧૨૫ શંકાસ્પદ બોરીઓ સાથે બેની અટકાયત: ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબી નજીકથી ચોખાની ૧૯૩-ઘઉંની ૧૭૨ શંકાસ્પદ બોરીઓ સાથે બેની અટકાયત: ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે

મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામે ચારબાયુ માતાજીનાં મંદીર પાસે ચોખ અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી કરીને પીએસઆઈ આર.એન. ભટ્ટ સહિતનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને માલ અંગે પૂછાતા ત્યાં હાજર રહેલા બે શખ્સો પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હત જેથી કરીને પોલીસે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી૧૦૨ મુજબ ચોખાની ૧૭૨ બોરી અને ઘઉંની ૧૯૩ બોરી તેમજ બોલેરો અને ટ્રક સહિત ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે કરીને બે  શખ્સની અટકાયત કરેલ છે

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશના મહીપાલસિંહ વાળા, ભાવેશભાઇ કાંટા તથા ભાવિનભાઇ રતન શનાળા પોલીસ ચોકીએ હતા ત્યારે મહીલપાલસિંહ વાળા તથા ભાવેશભાઇ કાંટાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામે ચારબાયુ માતાજીનાં મંદીર પાસે અમુક ઇસમો ગેરકાયદે ઘઉં તથા ચોખાનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે અને આ જથ્થાનો તેની પાસે કોઈ આધાર પુરાવા કે બીલ તેની પાસે નથી જેથી કરીને પોલીસે ત્યાં જઈને બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૩૬ વી ૦૦૦૭ તથા એક ટ્રક નં જીજે ૧૮ એવી ૯૧૨૭ વાળામાં ચોખા તથા ઘઉંના મોટી કોથળા ભરેલ હતા

ત્યારે ત્યાં હાજર રહેલા બે વ્યક્તિઓમાં લાલજીભાઇ ઉર્ફે હરેશ સુરેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ર૩) રહે. લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામેની શેરી મોરબી તથા જેશાભાઇ ગગજીભાઇ વિકાણી જાતે દેવીપુજક (૫૦) રહે. લાયન્સનગર ડાયાભાઇની દુકાન વાળો શેરી મોરબી વાળાઓ હોવાનું સામે આવ્યું હતું  અને તેના કબ્જા ભોવગટા વાળી જગ્યા, ટ્રક અને બોલેરોમાંથી મળી આવેલ ઘઉં તથા ચોખા ભરેલ હતા જો કે, તેના કોઇ આધાર પુરાવા હતા નહીં અને ત્યારે બોલેરોમાં પ્લાસ્ટીકની ૪૦ બોરીઓ મળી આવી હતી જે પૈકી ૧૮ બોરીમાં ચોખા તથા રર બોરીમાં ઘઉં ભરેલ હતા

જેથી પોલીસે ૭૨૦ કીલો ચોખા જેની કિંમત ૧૦,૮૦૦ અને ૮૮૦ કિલો ઘઉં જેની કિંમત ૧૪,૯૬૦ તેમજ ૬,૦૦,૦૦૦ ની બોલેરોનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ જે ટ્રક પડેલ હતો તે ટ્રકના પાછળના ઠાઠામાં અમુક પ્લાસ્ટીકની બોરીઓ ભરેલ હતી જેમાં ૨૫ બોરીમાં ચોખા ભરેલ હતા જેથી કરીને ૧૦૦૦ કીલો ચોખા જેની કિંમત ૧૫૦૦૦ અને ૭ લાખની કિંમતનો ટ્રક કબજે કર્યો હતો તેમજ બાવળ નીચેથી ચોખાની ૧૭૫ બોરીઓ જેની કિંમત ૧,૧૯,૦૦૦ તેમજ ઘઉંની ૧૨૫ બોરીઓ જેની કિંમત ૭૫,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો આમ પોલીસે ચોખાની કુલ ૧૯૩ બોરી જેમાં ૭૭૨૦ કીલો ચોખ જેની કિંમત ૧૩૧૨૪૦ અને ઘઉની કુલ ૧૭૨ બોરી જેમાં ૬૮૮૦ કીલો ઘઉં જેની કિંમત ૧,૦૩,૨૦૦ તેમજ ૧૩ લાખની કિંમતના બે વાહન આમ કુલ મળીને ૧૫,૩૪,૪૪૦ નો બિલ આધાર પુરાવા વગરનો મુદામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે






Latest News