મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામેથી પકડાયેલ દારૂના જથ્થા બાબતે સુરેન્દ્રનગરના શખ્સની ધરપકડ


SHARE











મોરબીના ઘુંટુ ગામેથી પકડાયેલ દારૂના જથ્થા બાબતે સુરેન્દ્રનગરના શખ્સની ધરપકડ

મોરબીના ઘુંટુ ગામેથી થોડા દિવસો પબેલા એલસીબીએ રેડ કરીને ઘરના ફળિયામાં ક્યારામાં દાટેલ ૯૫ બોટલ દારૂ પકડી હતી જેમાં અગાઉ ઘરધણી અને અન્ય એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં પોલીસે તપાસ કરતા માલ આપનાર મૂળ સુરેન્દ્રનગરના શખ્સની હાલ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ વોકળાના કાંઠે રહેતા હરજીભાઈ ધીરૂભાઈ અદગામા ઉર્ફે મુનો કોળીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૯૫ બોટલ મળી આવી હતી.જે ગુનો તાલુકા પોલીસ મથકે નોંધાતા બાદમાં ઘરધણી હરજીભાઈ ધીરુભાઈ અદગામા જાતે કોળી રહે.ઘુંટુ પ્લોટ વિસ્તાર વાળાની તેમજ તેને દારૂની બોટલો આપનાર ચંદુભા રહે.ઘુંટુને પકડવામાં આવ્યા હતા.આ અંગેની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ હતી જો કે તેની ક્રોસ તપાસ મોરબી સીટી એ ડિવિઝનયન પોલીસ મથકના પીએસઆઇ આર.એન.ભટ્ટને સોંપવામાં આવેલી હોય તેઓએ ચંદુભાને માલ આપનાર તરીકે કુલદીપસિંહ (કાનો) મહાવીરસિંહ ઝાલા જાતે દરબાર (ઉમર ૨૪) રહે.રાયસંગપર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું નામ ખોલ્યું હતું અને તેની પણ દારૂના ગુનામાં ધરપકડ કરેલ છે હવે આગળ કુલદીપસિંહ ઝાલાએ કોની પાસેથી માલ મેળવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રીક્ષા પલટી જતા ઇજા

મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલ હળવદના વાદીપરા વિસ્તારમાં રહેતા બનવારીલાલ નામના ૨૩  વર્ષના યુવાનને હળવદ પાસે એસ્સાર પંપ નજીક રીક્ષા પલટી મારી જતા ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે  અને આ બનાવની પ્રાથમિક તપાસ બી ડિવિઝનના જે.જે. ડાંગરે કરી હતી






Latest News