મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

છેલ્લા અગિયાર વર્ષથી અખાત્રીજના પાવન દિવસે કડવા પાટીદાર સમાજના ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા શાહી લગ્નોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વખતે પણ નવ નિર્માણ ટંકારા પાટીદાર સમાજ ભવન ખાતે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાહી સમુહ લગ્નોત્સવમાં ૨૭ દંપતીઓ વડીલો, આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. ત્યારે આ લગ્નોત્સવમાં રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ, મેડિકલ સાધન સહાય જેવી વિવિધ સામાજિક સુધારા અંગે ચિત્રાવલી થકી જાગૃત કરવા સહિયારો પ્રયાસ કર્યો હતો. આ શુભ પ્રસંગે મહંત દામજી ભગત, કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુડારીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, સિદસર મંદિરના પ્રમુખ જેરાજભાઈ વાસઝાણીયા, આંબાભગત જગ્યાના પ્રમુખ હરેશ ધોડાસરા જીલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, લેઉવા પાટીદાર સમુહ લગ્ન સમિતિ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌથી મોટો ફાળો સ્વયંસેવકોનો છે જેથી કરીને સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, પ્રમુખ હિરાભાઈ ફેફર સહિતની કમિટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News