વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા


SHARE







રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે તેવી ફરિયાદ કરી હતી ત્યાર ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા મરચા અને મસાલાના એક કે બે નહીં પરંતુ ૧૬ જેટલા વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે ત્યારે આખી સિઝન પૂરી થવા આવી ત્યારે રહી રહીને ફૂડ વિભાગની ટીમે બહાદુરીનું કામ કર્યું હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે

મોરબીમા ઠેકઠેકાણે તંબુતાણીને મરચા દળવાની પ્રક્રિયા ચાલે છે જો કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર મેળવવામાં આવે છે તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવામાં આવેલ તેવી ફરિયાદ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ થોડા સમય પહેલા કરી હતી ત્યાર બાદ ગુરુવારે મોરબીના ફુડ સેફ્ટી ઓફીસરો એમ.એમ. છત્રોલા અને સી.કે. નીમાવત દ્વારા મસાલા માર્કેટમાં જઈને મરચુધણાજીરૂ અને હળદરના એક કે બે નહીં પરંતુ ૧૬ વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે

હાલમાં જે વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે તેમાં મહારાણા પ્રતાપ ચોકકડીયા બોર્ડીંગ પાસે જલારામ મસાલા ભંડારમહેન્દ્રનગર ચોકડીએ ઝરમર મરચા એન્ડ ફ્લોર મીલકાનાભાઈ દાબેલીની બાજુના વંડામાં વિકાસ મસાલાજય ખેતલીયા મસાલાઆકાશ મસાલાક્રિષ્ના મસાલાકિંગ મસાલારવાપર ચોકડીએ શિવ શકિત મસાલા હાઉસઉમીયા સર્કલે ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં રાજકોટ મસાલા માર્કેટશનાળા નજીક ફેમસ મરચા સેન્ટરખોડલ મસાલા ભંડારમાફક મસાલાઝમઝમ મસાલામાહિરા મરચા સેન્ટરજય મલાર મરચા સેન્ટરખોડીયાર કૃપા મરચા સેન્ટર અને ન્યુ ગોંડલ મસાલા ભંડાર વિગેરે સ્થળેથી સેમ્પલ લેવામાં આવેલ છે અને વેપારીઓને સ્થળ ઉપર ચોખાઈ રાખવા માટે સૂચના આપવામાં આવી છે






Latest News