મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ક્રિષ્ના પાર્કમાં ઘરેથી ક્રિકેટસટ્ટો રમતા એક શખ્સની ૨૩,૨૦૦ ના મુદામાલ સાથે ધરપકડ: બેની શોધખોળ


SHARE











મોરબીના ક્રિષ્ના પાર્કમાં ઘરેથી ક્રિકેટસટ્ટો રમતા એક શખ્સની ૨૩,૨૦૦ ના મુદામાલ સાથે ધરપકડ: બેની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા શખ્સના ઘરની અંદર ક્રિકેટસટ્ટો રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી લાઈવગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાંથી ટીટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ રમતા ઘરધણીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૨૩૨૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને બે શ્ખ્સોના નામ સામે આવ્યા હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વીગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા મહમદહનીફ ગુલામભાઈ ચાનીયા (૩૮) ના ઘરની અંદર પોલીસે ક્રિકેટસટ્ટા બાબતે રેડ કરી હતી ત્યારે લાઈવગુરુ ઓનલાઈન એપ્લિકેશન ઉપર ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઓનલાઈન જોઈને આરોપી મહમદહનીફ ગુલામભાઈ ચાનીયા હનીફભાઈ અને ભોલાભાઈ રહે. બંને મોરબી વાળા સાથે ક્રિકેટરો સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન અને ૩૨૦૦ રોકડા આમ કુલ મળીને ૨૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ આરોપીની ધરપકડ કરીને અન્ય બે આરોપીઓ કે જેના નામ સામે આવ્યા છે તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે સીએનજીના પંપ નજીકથી ઋષિકેશ વિક્રમભાઈ ખુદ રહે. મૂળ યુપી વાળો બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેનું બાઇક કાર સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં ઈજા પામેલા ઋષિકેશ ભાઈને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે રમેશ દેવશીભાઈ કરંગીયા જાતે આહિર (૩૦) રહે. હાલ સાપર મૂળ ગોદાવડી તાલુકો લાલપુર જીલ્લો જામનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News