ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક થતી કેમિકલ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ


SHARE







મોરબી નજીક થતી કેમિકલ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ

મોરબી તાલુકાનાં સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે અગાઉ કુલ ત્રણ આરોપીની ધરપકડ આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરેલ છે

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે રેડ કરીને પોલીસે કારખાનામાં ટેન્કર નં જીજે ૧૨ બીડબ્લયુ ૭૭૫૧ ઊભું રાખીને તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો ત્યારે કેમિકલટેન્કરકારબે મોબાઈલ ફોનનળીબેરલઇલેક્ટ્રીક મોટર વિગેરે મળીને ૪૧,૭૦,૨૨૦ ના મુદ્દામાલ સાથે જે તે સમયે ટેન્કરના ડ્રાઇવર રાજેશભાઈ રામજીભાઈ ડવ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીસિંહ ઝાલાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં કારખાનેદાર જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા (૩૫) રહેકાયાજી પ્લોટ શેરી-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી

હાલમાં તાલુકાનાં ડી સ્ટાફના પીએસઆઈ વી.જી જેઠવા અને તેના રાઇટર ફતેહસિંહ દ્વારા આ ગુનામાં જૂના નાગડાવાસ ગામે રહેતા લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ (૩૮)ની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં મળતી માહિતી મુજબ કંડલાથી સુરત જે કેમિકલ ટેન્કરમાં જતું હોય તે ટેન્કરના ચાલકનો આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો અને સોખડા પાસે જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજાના ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઉભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરતાં હતા આ ચોરાઉ કેમિકલ તે જ કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું અને એક લિટર કેમિકલ સામે આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડને ભાવ ફેરથી ૧૦ રૂપિયાનો લાભ મળતો હતો જેથી તે કેમિલક ચોરીને કારખાનેદારને આપતો હતો






Latest News