ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રેતી ચોરોની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ હળવદના પીઆઇ સસ્પેન્ડ


SHARE







મોરબી જિલ્લા રેતી ચોરોની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ હળવદના પીઆઇ સસ્પેન્ડ

મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદીમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શનિવારે મોડી સાંજે રેડ કરી હતી અને ત્યાથી રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને કબજે કરવામાં આવ્યા હતા તેમજ તે વાહનોને ચલાવતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ અને મુદામાલ હાલમાં હળવદ તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો અને ૫૬ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇને સસ્પેન્ડ કર્યા છે

હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે નદીમા રેતી ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમારની આગેવાનીમાં ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૨ હિટાચી૧૩ ડમ્પર, બે ટ્રક, ૩૩ મોબાઈલ, ૭ બાઇક સહિત કુલ મળીને ૧૨ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૫૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા હતા અને શા માટે અહીના અધિકારીઓને રેતી ચોરીનું દૂષણ દેખાતું નથી તે સૌથી મોટો સવાલ હતો તેવામાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરેલ છે જેથી કરીને પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે






Latest News