મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE











ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે રામના પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ ઘરે ઘરે દિવડા પ્રગટાવી ભગવા ધ્વજને લહેરાવી બાઈક રેલી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના  એક નેજા હેઠળ એકઠા થઈને આગામી ૩૦ માર્ચને ગુરૂવારે ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે જેમા શહેરને ધ્વજા પતાકાથી સજાવી અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો થશે. અને પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના ઘરના આંગણે આસોપાલવ તોરણિયા ભગવી ધ્વજા બાંધી શોભાયાત્રામાં જોડાશે. અને શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવલાલભાઈ અંદરપા દ્વારા કરવામાં આવી છે

ટંકારામાં સમસ્ત તાલુકા દ્વારા ભગવાન રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે. અને ભગવાન રામનો જન્મ ચૈત્રી નોમના દિવસે હોય છે. રામ જન્મોત્સવ ઉજવવા ગત શનિવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી. જેમા નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે

આ શોભાયાત્રા ૩૦ તારીખે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટથી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ દેરી નાકા મેઈન રોડથી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, ઘેટીયાવાસ, દેરાસર રોડ, લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ લો-વાસ વિસ્તારથી ચિત્રકુટ ધામ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા પંડાલ, ઠંડાપીણા, સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે.






Latest News