વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનને બચકું ભરી લેવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનને બચકું ભરી લેવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના બેઠા પુલ ઉપર ડબલ સવારી એકટીવા ગાડીમાં પાછળ અથડાવિને અકસ્માત કર્યો હતો જેથી વાહનમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ એકટીવાના ચાલકે “કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખો છો” તેમ કહીને યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા તેને ઢીકાપાટુનો માર મારીને ખભા ઉપર બચકું ભરી લીધું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં વિરાટ હાઈટ્સ ફ્લેટ નં-૫૦૩ માં રહેતા રોનકભાઈ રજનીભાઈ અગોલા જાતે પટેલ (ઉમર ૨૯) પોતાની સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં જીજે ૩૬ એલ ૮૭૭૩ લઈને મોરબીમાં મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપરથી જતા હતા ત્યારે તેઓએ ગાડીને રોડ સાઈડમાં ઉભી રાખી હતી અને ચાલુ કરતા હતા ત્યારે પાછળથી ડબલ સવારી એકટીવા આવ્યું હતું અને એકટીવાના ચાલકે ધડાકાભેર તેનું એકટીવા ગાડીની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી ગાડીમાં નુકસાની થઈ હતી અને એકટીવા અથડાવ્યા બાદ એકટીવા લઈને જતા શખ્સોએ ગાડીના ચાલકને “કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખો છો” તેમ કહીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ માર માર્યો હતો અને તેની સાથે ગાડીમાં બેઠેલ તેની પત્ની વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને આરોપી ચિરાગે ફરિયાદીને ડાબા ખભા ઉપર બચકું ભરી લીધું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આરોપી ચિરાગ અશોકભાઇ રાઘુરિયા (ઉમર ૨૧) રહે. શક્તિ પ્લોટ શેરી નં-૫ રવાપર રોડ મોરબી અને અમિત દિલીપભાઇ સારલા (ઉમર ૧૯) રહે.યમુનાનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

બાઈક પલ્ટી જતા યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અશ્વિન જયંતીભાઇ વિંધાણી નામના ૩૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતુ કે અશ્વિન વિંધાણી બાઈક લઈને રવાપર રોડ ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા રિક્ષાવાળાએ અચાનક રીક્ષા આડી નાખતા બાઈકને જોરદાર બ્રેક મારવાથી બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને શરીરે ઇજાઓ પહોંચતા અત્રે નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News