ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE









વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત

ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવા પરામાં રહેતો 24 વર્ષનો યુવાન કાનજીભાઈ પ્રેમજીભાઇએ બુધવારના ચોટીલા હાઇવે ઉપર આવેલ આકાશ પેલેસ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ઉતર્યા હતા જે ગુરૂવારનાં બપોર સુધી રૂમ બહાર ન નિકળતા સંચાલકને અજુગતું લાગતા પોલીસને જાણ કરતા પોલીસે બીજી ચાવી વળે રૂમ ખોલતા યુવાન પંખા સાથે લટકતી હાલતમાં મૃત્યું પામેલ હાલતમાં મળી આવતા લાશને ઉતારી પીએમ માટે ખસેડવામાં આવેલ હતી.

મરણ જનારના પરિવારજનોએ આત્મહત્યા અંગે કોઇ જ કારણ ન હોવાનું જણાવ્યું છે પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાન સામાન્ય પગારમાં મોબાઇલ શોપમાં નોકરી કરતો પરંતું મોંઘા મોબાઇલ ફોન સહિતની વૈભવી લાઇફ સ્ટાઇલ હોવાનું જણાવ્યું છે. તેમજ આત્મહત્યા અંગે એડી દાખલ ગેસ્ટ હાઉસ તેમજ પરિવારજનો ને આત્મહત્યા અંગે કરી વધુ તપાસ હાથ ધરી છે






Latest News