વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાન પાસેથી જમીન-ગાડી પડાવી લીધા તો પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા તલાટી સહિત બેની ધરપકડ


SHARE











વાંકાનેરમાં યુવાન પાસેથી જમીન-ગાડી પડાવી લીધા તો પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા તલાટી સહિત બેની ધરપકડ

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના રહેવાસી યુવાને મિલકત ગીરવે મૂકીને વ્યાજે ૩૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે દર મહિને દોઢ લાખ રુપિયાનું વ્યાજ આપતો હતો તો પણ યુવાનની માલીકીની જમીન તેમજ ફોરવ્હીલ ગાડી વ્યાજ ખોરો દ્વારા પડાવી લેવામાં આવી હતી અને તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં તલાટી સહિત બે આરોપીની ધરપકડ કરાઇ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના રહેવાસી અને હાલમાં રાહત સોસાયટી ઉન પાટીયા ગભેની નીયર અમીના હોસ્પીટલ સુરત પાસે રહેતા ઈલ્મુદીન હબીબભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (૪૦)એ કાદરીબાપુ રહે. વાંકાનેર (૯૯૭૯૪ ૬૬૮૪૪) તથા પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા રહે. અમદાવાદ (૯૯૭૪૧ ૦૪૭૬૬) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને આરોપીઓ પાસેથી પોતાની મીલ્કત ગીરવે મુકી તેનુ લખાણ કરી આપીને તા.૧૨/૧૦/૨૦૨૦ નારોજથી ઉંચા વ્યાજે રૂપીયા ૩૦,૦૦,૦૦૦ લીધા હતા અને જેનુ માસિક પાંચ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જેથી માસીક રૂપીયા ૧,૫૦,૦૦૦ વ્યાજ પેટે ચુકવવાનુ નકકી કરેલ હતું અને આજદીન સુધીમા ફરીયાદીની માલીકીની જમીન તેમજ ફરીયાદીની માલીકીની ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ નં. જીજે ૧ કેવાય ૦૩૦૨ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ રૂપિયા થાય છે તે વ્યાજ પેટે આરોપી પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમાએ બળજબરીથી લઇ લીધેલ છે અને ફરીયાદીને અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે આટલું જ નહીં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ કાદરી બાપુની ઓફીસે બોલાવીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને અગાઉ આરોપીએ બળજબરીથી મીલ્કત પડાવી લીધી હતી જેથી બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આગુનામાં પોલીસે પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (૫૦) રહે. બોડકદેવ અમદાવાદ અને એઝાઝહુસેન મહામદઇકબાલભાઇ કાદરી જાતે સૈયદ (૫૦) રહે. લક્ષ્મીપરા વાળાની ધરપરડ કરેલ છે અને આરોપી એઝાઝહુસેન કાદરી મોરબી જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News