મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ટ્રેક્ટરની પાછળ કાર અથડાતાં ચાર વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના ભલગામ પાસે ટ્રેક્ટરની પાછળ કાર અથડાતાં ચાર વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ કારખાના પાસેથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહેલા આધેડના ટ્રેક્ટરમાં પાછળથી ઇનોવા કાર અથડાવી હતી જેથી કરીને ટ્રેક્ટર ડ્રાઇવર સહિત તેમાં બેઠેલા કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી તથા ઇનોવા કારમાં બેઠેલ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ટ્રેક્ટરના ચાલક દ્વારા ઇનોવા કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં સ્પનવેબ કારખાનાની સામેથી બીજલભાઇ રઘુભાઈ માંડાણી જાતે કોળી (૫૦) રહે. ઠીકરીયાળી વાળા પોતાનું ટ્રેક્ટર નં જીજે ૩૬ એસી ૬૭૫૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે ઇનોવા કાર નંબર જીજે ૩૬ એલ ૪૪૩૮  ના ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવી હતી અને ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ તેની કાર અથડાવી હતી જેથી કરીને ટ્રેક્ટર ચાલક બીજલભાઇ માંડાણીને મુંઢ ઇજાઓ થઈ હતી તેમજ ટ્રેક્ટરમાં બેઠેલા રવિભાઈ અને રામભાઈને ઇજાઓ થઈ હતી અને ઇનોવા કારમાં બેઠેલ વ્યક્તિને પણ ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ બીજલભાઇ માંડાણીએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News