મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં: વાંકાનેરની યુવતીની જાનથી મારી નાખવાની ધમકી


SHARE









તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં: વાંકાનેરની યુવતીની જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતી યુવતીને મોબાઈલ આપીને પાછળ પડી લગ્ન કરવા માટે તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને “તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં” તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ખાતે રહેતા વૈશાલીબેન કાંતિભાઈ વોરા (૨૧) એ હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન રહે. બધા બોધનગર મોરબી વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓ લગ્ન કરવા માટે થઈને તેની પાછળ પડ્યા હતા અને મોબાઈલ આપીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતા હતા અને કહ્યું હતું કે “મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉ” તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૫૪(ઘ), ૫૦૪, ૫૦૬(૧), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હાર્દિક નામના આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News