મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબીમાં દારૂની ત્રણ રેડ: ૨૫ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE







વાંકાનેર-મોરબીમાં દારૂની ત્રણ રેડ: ૨૫ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ બાફીટ સીરામીક સામે દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને તેમા પોલીસે કુલ મળીને ૨૩ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખ્સોની સામે જુદા જુદા બે ગુના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વાંકાનેરના સરતાનપર માટેલ રોડ ઉપર પેટ્રોલિંગમાંથી ત્યારે બાફીટો સીરામીક પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૫ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૭૮૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ બળદેવભાઈ મેણીયા જાતે કોળી (૨૩) રહે. હાલ સરતાનપર માટેલ રોડ ઉપર બાફીટો સીરામીકમાં મૂળ રહે. દોલતપર તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે વાંકાનેરના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને વિજયભાઈ ધીરુભાઈ ગઢાદરા જાતે કોળી (૨૪) રહે. હાલ સરતાનપર માટેલ રોડ બાફીટો સીરામીકમાં વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીની મહેંદ્રનગર ચોકડીની બાજુમાથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૪૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને મનોજભાઇ ઠાકરશીભાઇ ચીખલીયા જાતે પટેલ (૩૫) રહે. મહેંદ્રનગર, મીલીપાર્ક, શેરી નં.૬ અતુલભાઇના મકાનમા ભાડેથી મુળ રહે. તળાવિયા શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ  છે






Latest News