મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો દીકરો ૩૬ બોટલ દારૂ અને ૨૪૦૦ લિટર આથા સાથે ઝડપાયો


SHARE







મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો દીકરો ૩૬ બોટલ દારૂ અને ૨૪૦૦ લિટર આથા સાથે ઝડપાયો

મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના દીકરીની વાડીએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ૩૬ બોટલ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૮૩૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં દારૂની બોટલો તે જેની પાસેથી લાવ્યો હતો તે સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના શખ્સનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વીરપર ગામ નજીક એડોરેસન સિરામિક સામે ખીમીવાડો સીમમાં મોરબી જિલ્લા પંચાયતની બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈના દીકરા અજયભાઈ વાઘજીભાઈ ડાંગરોચાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં તથા બાજુમાં ખરાબામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૩૫૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને વાડીની બાજુમાં આવેલ ખરાબમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૮૦૦ ની કિંમતનો આથો કબજે કર્યો હતો આમ કુલ મળીને ૧૮૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે અજય વાઘજીભાઈ ડાંગરોચા જાતે કોળી (૩૦) રહે. વીરપર (માટેલ) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના બળુભા જીલુભા ઝાલા પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News