મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં: વાંકાનેરની યુવતીની જાનથી મારી નાખવાની ધમકી


SHARE









તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં: વાંકાનેરની યુવતીની જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતી યુવતીને મોબાઈલ આપીને પાછળ પડી લગ્ન કરવા માટે તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ખાતે રહેતા વૈશાલીબેન કાંતિભાઈ વોરા (૨૧) એ હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન રહે. બધા બોધનગર મોરબી વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓ લગ્ન કરવા માટે થઈને તેની પાછળ પડ્યા હતા અને મોબાઈલ આપીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતા હતા અને કહ્યું હતું કે મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉ” તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૫૪(ઘ), ૫૦૪, ૫૦૬(૧), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હાર્દિક નામના આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News