મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

હળવદ શહેર-વાંકાનેર તાલુકમાંથી એક-એક બાઈકની ચોરી


SHARE









હળવદ શહેર-વાંકાનેર તાલુકમાંથી એક-એક બાઈકની ચોરી

હળવદ શહેર અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી જુદી જુદી બે જગ્યાએથી બાઈક ચોરીની ઘટનાઓ બની છે જેથી ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે બાઈક ચોરીના ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સીલોન ગ્રેનીટો કારખાનાના લોડીંગ પોઇન્ટની પાસે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા ગામના રહેવાસી અને હાલમાં સરતાનપર ગામે દેવજીભાઈ કોળીના મકાનમાં ભાડે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકિયા જાતે કોળી (૨૬) એ પોતાનું બાઈક નં જીજે ૧૩ એજે ૩૫૨૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે હળવદ શહેરમાં પટેલ વાડી પાસે મોટું ફળિયુ આવેલ છે ત્યાં રહેતા શકીલભાઈ ઈમ્તિયાઝભાઈ ગીરાણા જાતે મુસ્લિમએ પોતાના ઘર પાસે તેનું બાઈક નં જીજે ૩૬ ડી ૬૦૮૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૫,૦૦૦ ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News