મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કારખાનાની પ્રિમાઈસીસમાં આવતા શ્રમિકોના બાળકોને રોકવા યોગ્ય કરવા કારખાનેદારોને તાકીદ


SHARE









મોરબી જીલ્લામાં કારખાનાની પ્રિમાઈસીસમાં આવતા શ્રમિકોના બાળકોને રોકવા યોગ્ય કરવા કારખાનેદારોને તાકીદ


મોરબી જિલ્લામાં આવેલ સિરામિક સહિતના જુદાજુદા ઓદ્યોગીક એકમોમાં કામ કરતાં શ્રમયોગીના લેબર ક્વાર્ટરમાંથી તેઓના બાળકો તેઓની સાથે કારખાનાની પ્રિમાઈસીસમાં આવતા હોય છે અને ઘણી વખત જીવલેણ અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે ડિપાર્ટમેંટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા શ્રમયોગીના બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં ન આવે તેના માટેનો પૂરતી તકેદારી રાખવા માટે કારખાનેદારોને તાકીદ કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક, પેપર મિલ અને નળિયા સહિતના કારખાનામાં કામ કરવા માટે બહારથી શ્રમિકો તેના પરિવાર સાથે આવતા હોય છે ત્યારે કારખાનામાં કામ કરતાં શ્રમિકોની સાથે તેના બાળકો પણ કારખાનાની પ્રિમાઈસીસમાં આવી જતાં હોય છે અને મશીનરીમાં આવી જવાથી ઘણી વખત શરરિક નુકશાન થાય છે અને કયારેક તો જીવલેણ અકસ્માત પણ સર્જાય છે જેથી કરીને બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં પ્રવેશ ન કરે તે માટે ડિપાર્ટમેંટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા કારખાનેદારોને યોગ્ય પગલાં લેવા માટે હાલમાં તાકીદ કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, કારખાનાની પ્રિમાઈસીસ અને લેબર ક્વાર્ટરની વચ્ચે પૂરતી ઊંચાઈની દિવાલ કે પછી ફેન્સિંગની જોગવાઈ કરવી, બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં પ્રવેશ ન કરે તે અંગેનું સુપરવિઝન કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિમણુંક કરવી, ઘણાખરા કારખાનાઓમાં જ્યાં એલપીજી ટેન્ક, બોઈલર કે અન્ય કોઈપણ જોખમી પ્રક્રિયા ધરાવતી મશીનરી આવેલ છે કે જ્યાં અકસ્માત થવાની સંભાવના છે તેની નજીકમાં ક્યાંય લેબર ક્વાર્ટર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવા માટે કહેવામા આવ્યું છે.

હાલમાં જો કોઈપણ કારખાનામાં જોખમી કામ કરવામાં આવતું હોય તેની આજુબાજુમાં લેબર ક્વાર્ટર હોય તો તાત્કાલિક તેને અન્ય સુરક્ષિત જગ્યાએ શિફટ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આવું કરવામાં આવશે તો જ ભવિષ્યમાં કોઈપણ સંભવિત  અકસ્માત અટકાવી શકાય તેમ છે તે નિશ્ચિત છે મોરબીના ઉધોગોકારો આ તકેદારી લેવામાં કોઈપણ ચૂક રાખશે કે કોઈપણ શ્રમિકને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






Latest News