મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સિગ્નેચર કારખાનામાં માટી ખાતામાં માટી ભરેલ હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનાના માલિક સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગુંગણ ગામે રહેતા અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ગામ પાસે આવેલ સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ (૩૪) એ હાલમાં સિગ્નેચર કારખાનાના માલિકો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા ૧૯/૨ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીનો દીકરો કિસન સુનિલભાઈ ગોહેલ (૭) સિગ્નેચર કારખાનામાં રમતા રમતા માટી ખાતાના માટી ભરેલા હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતક બાળકના પિતાએ કારખાનાના માલિકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૪ (અ) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News