મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ચકલા પોપટનો જુગાર રમતા બે પકડ્યા


SHARE







મોરબીના વીસીપરામાં ચકલા પોપટનો જુગાર રમતા બે પકડ્યા

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર ચોક પાસે ભંગારના ડેલા નજીક જાહેરમાં ચકલા પોપટનો જુગાર ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમાડનાર અને રમનાર બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર ચોક પાસે આવેલ ભંગારના ડેલા નજીક જાહેરમાં બેનર ઉપર જુદા જુદા ચિત્રો બનાવીને તેના આધારે ચકલા પોપટનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચકલા પોપટનો જુગાર રમાડતા અવેશભાઈ અબ્બાસભાઈ નોડે જાતે વાઘેર મુસ્લિમ (૨૩) રહે વીસીપરા મદીના સોસાયટી સેવન સરકાર બાપુના મકાન પાછળ મોરબી વાળો મળી આવ્યો હતો અને ત્યાં જુગાર રમતા ઈસ્માઈલભાઈ અબુભાઈ મોવર જાતે મિયાણા (૨૩) રહે. વીસીપરા મદીના સોસાયટી વાળો મળી આવતા તે બંને પાસેથી કુલ મળીને ૨૩૦૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News