મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂત સેમિનાર યોજયો


SHARE









મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂત સેમિનાર યોજયો

મોરબી ખાતે ૧૫ ફેબ્રુઆરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ બાજરો, જુવાર, રાગી, સામો, કોદરા, દેશી મકાઈ, કાંગ વગેરે સાત ધાન્યનો કે જે પચવામાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું તેવા હલકા ધાનનું ખોરાકમાં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સેમીનારમાં દાજીબાપુએ  ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આ કેન્દ્રના નિલેશભાઈ, ગમન ભાઈ, ઝલારિયાભાઈ, દલસાનીભાઈ અને વિનુજી એ ફિલ્ડ મુલાકાત કરાવી હતી . સેમિનારના અંતે ડૉ.વડારીયાએ  આભાર વિધિ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મિલેટ વર્ષ નિમિતે જો કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાની મો.૯૪૨૬૯૭૨૫૯૦ અને ડી.એ સરડવા મો.૯૪૨૬૭૮૪૬૨૮ નો સંપર્ક કરી શકાશે.  






Latest News