મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના લોકો પીવા-સિંચાઇ પાણી માટે નિશ્ચિંત: મચ્છુ-૨ ડેમમાં હજુ ૪૦ ટકા જળ જથ્થો યથાવત


SHARE









મોરબી-માળિયાના લોકો પીવા-સિંચાઇ પાણી માટે નિશ્ચિંત: મચ્છુ-૨ ડેમમાં હજુ ૪૦ ટકા જળ જથ્થો યથાવત

સામાન્ય રીતે ઉનાળાના છેલ્લા દિવસોમાં પીવાના પાણી માટે થઈને હોબાળા થતા હોય છે અને પાણી માટે યુદ્ધ થતા હોય તેવું જોવા મળતું હોય છે જો વાત કરીએ મોરબીની તો મોરબી માટે આશીર્વાદ સમાન આ મચ્છુ-૨ ડેમની અંદર આજની તારીખે પાણીનો વિપુલ જથ્થો છે પરંતુ વિતરણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન સર્જાય તો લોકોને પાણીની કોઈ ચિંતા નથી કેમ કે, મોરબી નજીકનો મહાકાય મચ્છુ-૨ ડેમ હાલમાં મોરબી અને માળિયા બંને તાલુકા માટે આશીર્વાદ સમાન તેમ છે અને આ ડેમમાંથી લોકોને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે અને આજની તારીખે પણ મચ્છુ-૨ ડેમમાં ૪૦ ટકા પાણી ભરેલું છે જેથી આગામી ઉનાળા સુધી આ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો હોવાથી લોકોને પાણી માટે કોઈ તકલીફ નહીં પડે તેવું સિંચાઇ વિભાગના અધિકારી જણાવ્યુ છે

ગત ચોમાસા દરમિયાન મોરબીમાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી સ્થાનિક જળાશયોમાં નવા નીરની વિપુલ પ્રમાણમા આવક થઇ હતી અને સ્થાનિક જળાશયો છલોછલ ભરાઇ ગયા હતા ત્યારે જો વાત કરીએ મોરબી નજીકના આવેલ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમની આખો ભરાઈ ગયો હતો જો કે, ડેમ પાંચ ટકા પાણી ઓછું રહેતા ઓવરફ્લો થયો ન હતો અને ૩૩ ફૂટની હાઈટ ધરાવતા આ ડેમની અંદર ૩૧૦૪ એમસીએફટી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જે ડેમમાં આજની તારીખે પણ ૪૦ જેટલું પાણી ભરેલું છે જેથી કરીને આગામી ઉનાળા સુધી મોરબી અને માળીયાના લોકોને પીવાના પાણીની કોઈ ચિંતા નથી

આજની તારીખે મોરબી નગરપાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા મોરબી અને માળીયા શહેર તેમજ ૩૬ જેટલા ગામોને પીવાનું પાણી આપવા માટે દરરોજ સરેરાશ ૮ એમસીએફટી પાણીનો જથ્થો ડેમમાંથી ઉપડવામાં આવે છે અને તેના આધારે લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે અને હાલમાં ૩૧૦૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતા આ ડેમમાં ૧૨૭૧ એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે જેથી કરીને આગામી ૧૫૬ દિવસ સુધી પીવાનું પાણી મળશે તેમજ મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના બે આમ કુલ મળીને ૧૯ ગામોમાં સિંચાઇ માટેનું પાણી મચ્છુ-૨ ડેમમાંથી પૂરું પાડવામાં આવશે જેથી કરીને આગામી ઉનાળામાં મોરબી પંથકમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન મચ્છુ-૨ ના કમાન્ડ વિસ્તારમાં ઉદભવે તેવું હાલમાં દેખાતું નથી તેમ મચ્છુ-૨ ના વર્ક આસિસ્ટન્ટ  કે.જી.બરાસરાએ જણાવ્યુ છે






Latest News