ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કુલડીમાં ગોળ ન ભાંગો, જનરલ બોર્ડના ઠરાવ જાહેર કરો: મહેશભાઇ રાજ્યગુરૂ


SHARE







મોરબી પાલિકામાં કુલડીમાં ગોળ ન ભાંગો, જનરલ બોર્ડના ઠરાવ જાહેર કરો: મહેશભાઇ રાજ્યગુરૂ

મોરબી પાલિકાને શહેરી વિકાસ વિભાગમાંથી જે નોટિસ આપવામાં આવી હતી તેનો જવાબ આપવા માટે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી જેના કરવામાં આવેલ ઠરાવની માહિતી જાહેર કરવી જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ માંગ કરી છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યું છે કે ભાજપ શાસિત મોરબી પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી તેવી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી ને તેની સામે જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે જવાબ રજૂ કરવાનુ કહેવામાં આવ્યું હતું જેથી કરીને પાલિકામાં તાત્કાલિક જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી અને નોટિસનો જવાબ આપવામાં પાલિકાના સભ્યોમાં બે ભાગ થઈ ગયા છે અને બે જવાબ આપવામાં આવ્યા છે ત્યારે કુલડીમાં ગોળ ભાંગી લેવાના બદલે બોર્ડમાં જે બે જુદાજુદા જવાબો આપવામાં આવ્યા છે તેને લોકોની સમક્ષ જાહેર કરવામાં આવે તે જરૂરી છે જેથી ચીફ ઓફિસર દ્વારા જનરલ બોર્ડમાં કરવામાં આવેલ ઠરાવ અને જવાબને જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News