મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી મહિલાને મકાન રીપેર કરી આપવા માટે બિલ્ડરને હુકમ


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી મહિલાને મકાન રીપેર કરી આપવા માટે બિલ્ડરને હુકમ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા હરિઓમ પાર્કમાં રહેતા અનસોયાબેન પાઠકે મોરબીના રહીશ લાલજીભાઇ દેવકરણભાઇ ગામી પાસેથી મકાન લીધું હતું જો કે, ગ્રાહકના કહેવા મુજબ મકાનનું બાંધકામ નબળુ હતુ અને પ્લાસ્ટર તથા કલર ઉખડી ગયા હતા જેથી મકાન રીપેર કરી આપવામાં આવે તેવી તેની માંગ હતી જો કે, મકાન માલીકે કોઇ દાદ આપેલ ન હતી

જેથી મહિલાએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને કોન્ટ્રાકટર કમ મકાન માલીક લાલજીભાઇ ગામી સામે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અદાલતે અનસુયાબેન પાઠકને બાંધકામમાં થયેલ નુકશાન સંતોષકારક રીપેરીંગ કરી આપવું અને અનસોયાબેનને ૧૦૦૦ ખર્ચ ચુકવવાનો હુકમ કરેલ છે હાલમાં મોરબીમાં મકાન બનાવીને ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બનાવી આપે છે આ એક જાતની છેતરપીંડી ગણવામાં આવે છે. અને ગ્રાહકે મકાન લેતા પહેલા તેના તમામ કાગળો જોઇને તપાસી લેવા જરૂરી છે અને મકાનમાં જે જાતની સુવિધા તેના પેમ્પ્લેટમાં લખેલ છે તે પ્રમાણે છે કે નહીં તેની તપાસ કરવી જોઇએ જમીન કે મકાન લેતા પહેલા ગ્રાહકે વિચારવું જોઇએ અને જણાવવું જોઇએ કોઇપણ ગ્રાહક સાથે છેતરપીંડી થઇ હોય કે અન્યાય થયો હોય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરી શકે છે તેવું તેમણે જણાવ્યુ છે






Latest News