મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીના આજે રિમાન્ડ: નરેશની શોધખોળ


SHARE







મોરબી જીલ્લામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીના આજે રિમાન્ડ: નરેશની શોધખોળ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રાજસ્થાની શખ્સ રહેતો હતો ત્યાં થોડા દિવસો પહેલા રેડ કરી હતી ત્યારે તેની પાસેથી ૧૩૬.૨૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩.૬૨ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સહિત કુલ મળીને પોલીસે ૧૪,૧૮,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે ત્યારે તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પાસેથી કોઈ રાજસ્થાની નરેશ જાટનું નામના શખ્સનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ દીપક ઢોલને થોડા સમય પહેલા બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રેડ કરી હતી ત્યારે રૂમમાંથી ૧૩૬.૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૧૩.૬૨ લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું અને પોલીસે ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (૩૭) રહે. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તે સમયે લાખોનું ડ્રગ્સ ઉપરાંત ૫૦,૫૦૦ રોકડાવજન કાંટા બેએક મોબાઈલ સહિત ૧૪,૧૮,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તે એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાંથી લઈને આવેલ હોવાનું સામે આવ્યું હતું

જેથી આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે તેના કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યા સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતિ અને આ શખ્સ પાસેથી નરેશ જાટ નામના રાજસ્થાની શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ કરી રહી છે અને હાલમાં પકડાયેલ આરોપીના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે જેથી કરીને તેને આજે ફરી કોર્ટમાં તાજું કરવામાં આવશે






Latest News