મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની હોટલમાં રાજકોટના યુવાને આર્થિક સંક્રમણના લીધે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીની હોટલમાં રાજકોટના યુવાને આર્થિક સંક્રમણના લીધે અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલી હોટલના રૂમમાં કેબલ વાયર વડે રાજકોટના ભરવાડ યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હોય બનાવ અંગે મોરબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ વ્રજ હોટલના રૂમ નંબર ૧૧૪ માં રોકાયેલ સતીશ મચ્છાભાઈ સિંધવ જાતે ભરવાડ (ઉમર ૨૯) રહે.રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર-૩ વાળાએ આર્થિક સંકળામણના લીધે મોરબીની વ્રજ હોટલના રૂમને અંદરથી બંધ કરીને કેબલ વાયર વડે છતના પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને સતીષભાઇ ભરવાડ નામના યુવાનનું મોત નિપજ્યું હતું.બનાવ સંદર્ભે મૃતકના મોટા ભાઈ કાળુભાઈ મચ્છાભાઈ સિંધવ જાતે ભરવાડ (ઉમર ૩૮) ધંધો ચાની હોટલ રહે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર-૩ રાજકોટ વાળાએ પોલીસ મથકે જાહેરાત કરી હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલની પાસે રહેતો વિનોદ દેવશીભાઈ ગડારા નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને લીલાપર ડેમ બાજુથી જતો હતો ત્યારે વળાંક પાસે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટ લેતા ઇજા થવાથી વિનોદ ગડારાને સારવારમાં ખસેડાયો હતો.જયારે મોરબી તાલુકાના જોધપર (નદી) ગામનો રહેવાસી પ્રદીપ વિનોદભાઈ સુરેલા નામનો ૨૬ વર્ષનો યુવાન તા.૧૮ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પટેલ છાત્રાલય પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રફાળેશ્વર રોડ ઉપર પટેલ છાત્રાલય નજીક તેનું બાઈક સ્લીપ થઇ જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામના જયપાલ દેવાયતભાઈ જીલરીયા નામના ૧૭ વર્ષના સગીરને બરવાળા ગામે સરસ્વતી ભગવતી વિદ્યાલય નજીક તા.૧૭ ના રોજ મારામારીના બનાવમાં ઇજા થતા તેને અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો જ્યાંથી તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News