મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ બોટલ દારૂ સાથે શખ્સ પકડાયો


SHARE







મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ બોટલ દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ કારખાના નજીકથી અેક ઇસમને પકડીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૨૯ બોટલ દારૂ મળી આવતા રૂા.૧૦,૧૨૫ ની કિંમતના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના જયદેવસિંહ ઝાલા સહિતનો સ્ટાફ વોચમાં હતો દરમિયાનમાં તાલુકા ડી-સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે પીપળી ગામની સીમમાં આવેલ અક્ષત ટાઇલ્સ નામના કારખાના નજીકથી નીકળેલ અનિલ ચુનીલાલ લીલાપરા જાતે કોળી (ઉંમર ૨૦) રહે.નવા ઘાંટીલા તાલુકો હળવદ જીલ્લો મોરબીને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડની કુલ ૨૯ બોટલ દારૂ મળી આવી હતી જેથી રૂા.૧૦,૧૨૫ ની કિંમતના દારૂના જથ્થા સાથે અનિલ ચુનીલાલ લિલાપરાની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે.

બાઈકમાંથી પડી જતા ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પટેલવાસમાં રહેતા પ્રેમીબેન બળદેવભાઈ ખાખરીયા નામના ૫૩ વર્ષના વૃદ્ધા ઘરેથી વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના રહેવાસી જીતેશ જગદીશભાઈ સતાપરા નામના ૧૩ વર્ષના બાળકને ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને વાડી તરફ જતા સમયે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે






Latest News