મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ભીમસર પાસે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષેથી ૧૧ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં ભીમસર પાસે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષેથી ૧૧ આરોપીઓની ધરપકડ

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ ભીમસર પાસે યુવાનને રોકીને અમારા વિશે ખોટી વાતો કરો છો કહીને આઠ શખ્સો દ્વારા કુહાડીપાઇપધોકા જેવા હથિયાર વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ મારા મારીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે બંને પક્ષેથી આ ૧૧ આરોપીને પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડે પંચમુખી હનુમાન મંદિરની પાછળના ભાગમાં રહેતા હનીફભાઈ હબીબભાઈ જામ જાતે મિયાણા (૩૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજીભાઇ સીદીકભાઇ ખોળહાજરાબેન હાજીભાઇ ખોળઅસલમભાઇ હાજીભાઇ ખોળશાહરૂખભાઇ હજીભાઇ ખોળઅલ્તાફ હાજીભાઇ ખોળહાજીભાઇનો સાળો રફીકભાઇઅનીશભાઇ હુશેનભાઇ સંધીરીયાજભાઇ ગુલામભાઇ જેડાસાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈઓ અને સાહેદોને આરોપી હાજીભાઈ સીદીકભાઈ ખોળ દ્વારા રોકીને અમારા વિશે ખોટી વાતો કરો છો તેમ કહીને બોલાચાલી કરવામાં આવી હતી ત્યાર બાદ સાહેદો ત્યાંથી નીકળ્યા હતા ત્યારે તેને ઊભા રાખીને આરોપીઓએ કુહાડીપાઇપધોકા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદોને ગાળો આપીને બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સલીમભાઈને પગમાં ફ્રેક્ચર તથા માથામાં ઇજા કરી હતી તેમજ ફરિયાદીને માથામાં સામાન્ય ઇજા થયેલ હતી અને વલીમહમદને કુહાડીથી આંખ પાસે ઈજા કરી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીના એકટીવામાં પણ તોડફોડ કરવામાં આવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં હાજીભાઇ સીદીકભાઇ ખોળ (૫૫) અને હાજરાબેન હાજીભાઇ ખોળ (૪૫) રહેભીમસરઅસલમભાઇ હાજીભાઇ ખોળ (૨૪) રહે. લાતી પ્લોટશાહરૂખભાઇ હજીભાઇ ખોળ (૨૧) રહે. જોન્સનગરઅલ્તાફ હાજીભાઇ ખોળ (૨૦) રહેભીમસરરફીકભાઇ ઉર્ફે મહમદ અબકુલ કટિયા (૨૫) રહે. વિરમગામઅનીશભાઇ હુશેનભાઇ સંધી (૧૯) રહે. ખ્વાજા પેલેસ પાસે લાતી પ્લોટરીયાજભાઇ ઉર્ફે ભૂરો ગુલામભાઇ જેડા (૨૩) રહે. જોન્સનગરસાહીલભાઇ અસગરભાઇ જેડા (૨૧) રહેભીમસર તેમજ રાહુલ ભરત સારલા જાતે કોળી (૨૪) રહે. જોન્સનગર વાળાની ધરપકડ કરેલ છે


જયારે સામાપક્ષેથી વેજીટેબલ રોડ ભીમસરમાં રહેતા હાજરાબેન હાજીભાઈ ખોળ જાતે મિયાણા (૪૫) એ વલીમહમદ હબીબભાઈ જામસલીમભાઈ હબીબભાઈ જામ અને હનીફભાઈ હબીબભાઈ જામ રહે. બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેઆરોપીઓએ તેના ઘર પાસે આવીને તેના પતિ હાજીભાઈ સાથે ગાળા ગાળી કરીને જપાજપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે વલીમામદ જામ દ્વારા ફરિયાદીના પતિ હાજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને તેના પતિને બચાવવા માટે થઈને ફરિયાદી હાજરાબેન તથા સાહેદ હવાબેન વચ્ચે પડ્યા હતા ત્યારે વલીમહમદ જામ દ્વારા તેની પાસે રહેલ લાકડી વડે બંને મહિલાને માર મારવામાં આવ્યો હતો અને અન્ય આરોપીઓએ પણ વલીમામદ જામને મદદ કરી હતી જેથી હાજરાબેન ખોળ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં હનીફ હબીબભાઈ જામ જાતે મિયાણા (૩૦) રહે. ઉમા ટાઉનશિપ સામે, વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News