માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડરે યજ્ઞ અને આર્થિક અનુદાન આપી જન્મ દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડરે યજ્ઞ અને આર્થિક અનુદાન આપી જન્મ દિવસ ઉજવાયો

હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મમાં યોગ અને યજ્ઞનું અનેરૂ મહત્વ છે જેના અનેક ફાયદા આપણા ઋષિમુનિઓએ આપણને બતાવેલ છે. યજ્ઞ એ વિજ્ઞાન છે. યજ્ઞ કરવાથી શકલ જગતને લાભ થાય છે. આવો જ યજ્ઞ મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ રામકો બંગલોમાં સવારે છ થી સાત અને સાંજે છ થી સાત છેલ્લા સાત વર્ષથી વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા નિયમિત રીતે કરવામાં આવે છે. જે સ્વ. જીવરાજભાઈ વડાવ્યારામજીભાઈ બાવરવાજીતુભાઈ રૂપાલાજયંતીભાઈ ચારોલાનરેન્દ્રભાઈ દોશીસ્વ. નલિનભાઈ ચનીયારાવાઘજીભાઈ ભટાસણાહસુભાઈ રાજપરાઆંબાલાલ કુંડારીયાભીખાભાઈ અમૃતિયા વિગેરેની પ્રેરણાથી સાત વર્ષ પહેલા રવાપર રોડ ઉપરની વિવેકાનંદનગર સોસાયટીમાં હનુમાનજીના મંદિરે શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ આલાપ રોડ ઉપર નિયમિત રીતે યજ્ઞ થતો અને હાલમાં રામકો બંગલોમાં આવેલ યજ્ઞશાળામાં નરશીભાઈ અંદરપામનસુખભાઈ કોટડીયાધીરુભાઈ હાસલીયાહસુભાઈ રાજપરાભુદરભાઈ સવસાણીઅનસોયાબેન ફેફરશારદાબેન કુંડારીયાગીતાબેન વરમોરાવિગેરેના સહયોગથી નિયમિત યજ્ઞ કરવામાં આવે છે. જે યજ્ઞશાળામાં સવારે દરરોજ સવારે પાંચ થી છ પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ-પ્રાણાયામ કરાવવામાં આવે છે. ત્યાર બાદ છ થી સાત યજ્ઞ થાય છે. જેમાં આજે વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડર મેમ્બર અને પતંજલિ યોગ સમિતિમોરબી ના યુવા પ્રભારીસંજયભાઈ રાજપરા એ તેમના જન્મ દિવસે યજ્ઞ કરી આર્થિક અનુદાન આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ તકેસંજયભાઈ રાજપરા એ જણાવ્યું હતું કેતેમનો જન્મ દિવસ એટલે યાદગાર બની રહે છે. કારણકે બે દિવસ બાદ ૧૨ મી જાન્યુઆરી એ સમગ્ર ભારત વર્ષ ના આદર્શ અને યુવાનો ના આઈકોન એવા સ્વામી વિવેકાનંદ ની જયંતિ આવે છે. જેને આપણે " યુવા દિન " તરીકે ઉજવીએ છીએ. એ સ્વામી વિવેકાનંદ કે જેમણે મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ના વ્હાલ ભર્યા સંબોધન થી આંતરરાષ્ટ્રીય ધર્મસભા માં બધાના દિલ જીતી લીધા હતા. હિન્દુસ્તાન ના આવા મહાન સપૂત ના વિચારો ને આપણે આપણાં જીવનમાં ઉતારી તેને અનુસરીએ તે જ તેમની ખરા અર્થમાં જન્મ જયંતિની ઉજવણી ગણાશે.






Latest News