મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય


SHARE







મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય

મોરબી રેલ્વે સ્ટેશને અઠવાડિક બે લાંબા અંતરની ટ્રેન (ભૂજ થી બાંદ્રા અને કામખ્યા જતી ૧-૧)આખા દિવસની ૮ ડેમુ જેમાંથી હાલ ૩ જાવક ૩ આવક (મોરબી-વાંકાનેર-મોરબી) એ પણ સૌરાષ્ટ્ર મેલને અનુકુળ નહી તે રીતે ચાલે છે પણ સ્ટેશન જૂઓ તો જમાવટ પાડી દે તેવું છે અને જનાવર પણ લઘુ શંકા કરવા આવતા વિચારે ત્યાં સ્કૂટર અને કાર પાર્કિંગએ પણ પેઈડ ! ની વ્યવસ્થા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ  રિઝર્વેશન બુકિંગ માટે માત્ર ૧ બારી ચાલુ છે જેથી કરીને તહેવારોના દિવસમાં મુસાફરોને ઘણું હેરાન થવું પડે છે

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ઉદ્યોગકારોને આજની તારીખે તેને છેલ્લે કયારે ટ્રેનમા મુસાફરી કરી હતી તે યાદ કરવું પડે છે ! જો કે, દેશભરમાંથી વ્યાપારીઓ અને શ્રમિકો અમદાવાદ કે રાજકોટ ફ્લાઈટમા ન આવી શકે તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દોડાવવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, ભૂતકાળમા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને બે ત્રણ સમાજ સેવા કરતા લોકો મહેનત કરીને સાંસદ અને રેલ્વે મંત્રાલય પત્રો લખવામાં આવ્યા હતા તો પણ સુવિધામાં કોઈ વધારો થયેલ નથી જેથી કરીને અહીના મુસાફરોને વાંકાનેર કે રાજકોટ સુધી બસમા કે ખાનગી વાહનમા રાજકોટ જઈ ટ્રેન પકડવી પડે છે આટલું જ નહીં મોરબીના રાજપર રોડ ઉપર સ્ટેટના વખતમાં એરપોર્ટ હતું તેને નવું બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી છે જેનું કામ હજુ સુધી દીવાલથી આગળ વધ્યું નથી ત્યારે આ એરપોર્ટ શરૂ કયારે થશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીના આગેવાનો, નેતા અને સ્થાનિક લોકોને સમયસર જાગવું પડશે અને સતત સરકારમાં માંગણી કરતાં રહેવું પડશે અને ખાસ કરીને લાગતા વળગતાને રજૂઆતો કરવી પડશે તો જ મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી શક્યતા છે






Latest News