મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના ભરતનગર ગામ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબીના ભરતનગર ગામ પાસેથી ડબલ સવારી બાઈકમાં કાકા અને ભત્રીજો જતાં હતા ત્યારે તેના બાઇકને વેગનાર કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા થઇ હતી અને ચાલુ સારવારે ભત્રીજાનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા કાકાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા જાતે આહિર (ઉંમર ૩૪) પોતાના ભત્રીજા રાહુલ પ્રભાતભાઈ ચાવડા (ઉમર ૨૭) સાથે થોડા સમય પહેલા મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી બાઈક નં. જીજે ૩ એચડી ૯૫૬૪ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વેગનાર કાર નં. જીજે ૧૧ બીએચ ૫૦૯૧ ના ચાલકે તેના બાઇકને લીધું હતું જેથી કરીને ફરિયાદી જીગ્નેશભાઈ અને તેના ભત્રીજા રાહુલને ઇજાઓ થઈ હતી અને રાહુલને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને ફરિયાદી જીગ્નેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી વિરાજ ઉર્ફે વાસુભાઈ રવિભાઈ ચૌહાણ જાતે કારડીયા રાજપૂત (૨૩) રહે. સુભાષ રોડ ચુનાર વાડા જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે






Latest News