મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વ્યાજખોર-ચાઇનીઝ ફીરકી બાબતે લોક દરબાર યોજાયો


SHARE







મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વ્યાજખોર-ચાઇનીઝ ફીરકી બાબતે લોક દરબાર યોજાયો

મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા મોરબી શહેરી વિસ્તારની અંદર વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કનું વેચાણ ન કરવા માટે થઈને કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકદરબારમાં હાજર રહેલા લોકોને કહેવામાં આવ્યું હતું






Latest News