ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાંથી દેશી પિસ્તોલ અને કર્ટિસ સાથે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના વીસીપરામાંથી દેશી પિસ્તોલ અને કર્ટિસ સાથે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતું કર્ટિસ મળી આવ્યું હતું અને પોલીસે ૧૦૧૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા મોરબીના વીસીપરા વિસ્તારમાં મેઇન રોડ ઉપર ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હોય ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ તથા એક જીવતું કર્ટિસ આમ કુલ મળીને ૧૦૧૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે અહેમદભાઈ જૂસબભાઈ કટિયા જાતે મિયાણા (ઉંમર ૩૫) રહે. અયોધ્યાપુરી રોડ મચ્છુ માતાની જગ્યા સામે મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ એસઓજીની ટિમ કરી રહી છે ત્યારે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News