મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સંસ્કૃત ભારતી દ્વારા લેવાઇ સંસ્કૃત ગૌરવ પરીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં સંસ્કૃત ભારતી દ્વારા લેવાઇ સંસ્કૃત ગૌરવ પરીક્ષા

સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવી હતી જેમા સમગ્ર ગુજરાતમાં ૪૧૮૬૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં ગુર્જર પ્રાંતમાંથી ૨૨૮૬૮ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ૧૯૬૦૪ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે મોરબી જનપદમાં કુલ મળીને ૧૮ કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને ૩૯૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પરીક્ષા સાર્થક વિદ્યામંદિર(મોરબી), નવનિર્માણ કલાસીસ(મોરબી), આર્ય વિદ્યાલય (ટંકારા), શિશુમંદીર (મોરબી), યુનિક સ્કૂલ(મોરબી), ઉમા સ્કૂલ (મોરબી) સહિતની મોરબી, હળવદ, ટંકારા અને વાંકાનેરની જુદીજુદી શૈક્ષણિક સંસ્થામાં લેવામાં આવી હતી મોરબી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ, સહ સંયોજક મયુરભાઈ શુકલ અને ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ ઠાકરે સમગ્ર આયોજન સંભાળ્યું હતું. 






Latest News