મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું


SHARE







મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત, મોરબી જિલ્લા શિક્ષણ સમિતી અને   બી.આર.સી. મોરબી આયોજિત જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન તા.૪ થી ત્રિમંદિર નવલખી રોડ ખાતે ખુલ્લું મુકાયું છે આ પ્રદર્શનનો  મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડાં છે જેમાં ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ.સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા  શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, ડેપ્યુટી ડીપીસી પ્રવિણભાઈ ભોરણિયા હાજર રહ્યા હતા મોરબીના બી.આર.સી. કૉ. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને ડાયેટ રાજકોટના વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએથી ઉત્તમ પાંચ પાંચ કૃતિઓ મળી કુલ ૨૫ શાળાઓના ૫૦  બાળકોની સાથે ૨૫ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. અને જીતેન્દ્રભાઈ પાંચોટિયા તેમજ રામજીભાઈ જાકાસણિયાના અનુક્રમે 'શબ્દચિત્ર'  અને 'વિજ્ઞાન પ્રયોગો' ના પ્રદર્શનો ગોઠવાયા હતા આ તકે ટીપીઇઓ હળવદ દીપાબેન બોડાટીપીઇઓ વાંકાનેર મંગુભાઈ પટેલ, ટીપીઇઓ માળિયા ડૉ. શર્મિલાબેન હુંમલ, બી.ર.સી.કો.ઑ.  ટંકારા કલ્પેશભાઈ ફેફર, બી.ર.સી.કો.ઑ. હળવદ મિલનભાઈ પટેલ, બી.ર.સી.કો.ઑ. વાંકાનેર મયુરસિંહ પરમાર, બી.ર.સી.કો.ઑ. માળિયા મહેન્દ્રસિંહ રાઠોડે તથા મોરબીના તમામ સીઆરસીઓએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સી.આર.સી. કૉઓર્ડિનેટર ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન જોવા બી.ર.સી.કો.ઑ. ચિરાગભાઈએ અપીલ કરી છે.






Latest News